બોલો: ગુજરાતમાં દર 1 લાખની વસ્તીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મીઓ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળવાનું આ પ્રબળ કારણ

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વારંવાર કથળવાને મામલે વસ્તીની સરખામણીએ ઓછી પોલીસ પણ મહત્ત્વનું પરિબળ છે. ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસ્તીએ માત્ર 124 પોલીસ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને
વસ્તીની સરખામણીએ પોલીસનું ઓછું પ્રમાણ હોય તેવા રાજ્યોમાં બિહાર 81.49 સાથે સૌથી તળિયે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ 101.13, રાજસ્થાન 118.18, ઓડિશા 120.58, મધ્ય પ્રદેશ 123.84 સાથે સૌથી ઓછી પોલીસ છે. વસ્તીની સરખામણીએ સૌથી ઓછી પોલીસ હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
વસતની સરખામણીએ ઓછી પોલીસ મામલે ગુજરાતની સ્થિતિ અન્ય કેટલાક મોટા રાજ્ય કરતાં પણ બદતર હાલત છે. પ્રતિ 1 લાખની વસતીએ કર્ણાટકમાં 150.95, કેરળમાં 150.68, મહારાષ્ટ્રમાં 136.83, ઉત્તર પ્રદેશમાં 135.39 જેટલી પોલીસનું પ્રમાણ છે. ગુજરાતમાં વર્ષ 2021માં 1 લાખની વસતીની સરખામણીએ 133 પોલીસ હતા અને હવે તેમાં બે વર્ષથી ઘટાડો થઈ રહ્યો છે.

