VIDEO: ૨૦૦૮ બોમ્બ બ્લાસ્ટ કેસ: ગુજરાત હાઇકોર્ટની સુરક્ષામાં વધારો! હાઇકોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન તપાસ
સોર્સ : gstv
વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને પગલે ગુજરાત હાઇકોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના પ્રવેશ દ્વાર પર પીઆઇ કક્ષાના અધિકારીઓ સાથે મહિલા પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. પરિસરમાં સ્થાનિક એસઆરપી ટીમ અને લોકલ પોલીસ અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. હાઇકોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું વીડિયો સર્વેલન્સ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા દરેક વાહનોની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

