Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 17-year-old student commits suicide while preparing for NEET in Ahmedabad

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો, પરિવારમાં આક્રંદનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો, પરિવારમાં આક્રંદનો માહોલ
સોર્સ : gstv

અમદાવાદમાંથી મોટા અહેવાલસામે આવ્યા છે, જેમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની મહત્ત્વની NEET પરીક્ષાના માત્ર ત્રણ દિવસ પહેલા જ આ પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય તરુણે અંતિમ પગલું ભર્યું છે. તેને પોતાના એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરાના આ પગલાથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

App Store

 સાબરમતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો 

આ બનાવ અંગેની જાણ થતાં જ સાબરમતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વિદ્યાર્થીએ કયા માનસિક દબાણ કે અન્ય કયા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.