Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : student commits suicide in delhi while preparing for neet exam rajasthan village mourns

દિલ્હીમાં રાજસ્થાનની વિદ્યાર્થિનીનો આપઘાત, NEET પરીક્ષાની કરી રહી હતી તૈયારી

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
દિલ્હીમાં રાજસ્થાનની વિદ્યાર્થિનીનો આપઘાત, NEET પરીક્ષાની કરી રહી હતી તૈયારી
સોર્સ : GSTV
Delhi student commits suicide: રાજસ્થાનના અલવલ જિલ્લાના ભનોખર ગામની 18 વર્ષની વિદ્યાર્થિની રેણુ મીણાએ દિલ્લીમાં આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. રેણુ ડોક્ટર બનવાનું સપનું લઈને મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET)ની તૈયારી કરી રહી હતી. આ ઘટનાની સૂચના મળતા જ તેના ગામમાં શોક છવાયો છે. 
App Store
 
રેણુ પોતાની ત્રણ બહેનો અને એક ભાઈ સાથે દિલ્હીમાં રહીને નીટ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેના પિતા હરિનારાયણ મીણા દિલ્હીમાં જ પરિવાર સાથે રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે 14 જૂનની સાંજે રેણુ પોતાના ભાઈ-બહેનો સાથે લાઈબ્રેરીમાંથી અભ્યાસ કરીને પરત આવી હતી. ઘરે પહોંચ્યા બાદ પોતાના રૂમમાં જતી રહી હતી.
 
થોડાક સમય બાદ જ્યારે પરિવારના અન્ય સભ્યોએ તેને ચા પીવા માટે બોલાવી તો અંદરથી કોઈ પ્રતિક્રિયા નહોતી મળી. ઘણીવાર બોલાવ્યા છતાં જવાબ ન મળતા પરિજનોને શંકા થઈ. ત્યાર બાદ રૂમનો દરવાજો ખોલ્યો તો રેણુનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ પરિવારમાં માતમ છવાયો હતો.
 

12મા ધોરણમાં 90 ટકાથી વધારે માર્ક્સ આવ્યા હતા

પરિજનોના જણાવ્યા પ્રમાણે, રેણુ અભ્યાસમાં ખૂબ જ પ્રતિભાશાળી અને મહેનતી વિદ્યાર્થિની હતી. તેણે 10મા અને 12મા ધોરણમાં 90 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હતા. તેનું લક્ષ્ય ડોક્ટર બનીને સમાજની સેવા કરવાનું હતું. આ જ સપનાને પુરુ કરવા માટે તે સખત મહેનત કરી રહી હતી અને રોજ ઘણા કલાકો સુધી લાઈબ્રેરીમાં અભ્યાસ કરતી હતી.
 
સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોનું કહેવું છે કે રેણુ આગામી મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં લાગી હતી. ચર્ચા છે કે તાજેતરના સમયમાં NEET પરીક્ષા સાથે જોડાયેલા વિવાદો અને અનિશ્ચિતતાઓથી તે માનસિક રીતે હેરાન હતી. જો કે, આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ શું હતું, તેનો ખુલાસો તપાસ પુરી થયા બાદ જ થઈ શકે છે.