Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 149th Rath Yatra in Ahmedabad: Netrotsav ceremony today, Sonavesh darshan on Wednesday

VIDEO: અમદાવાદમાં 149મી રથયાત્રા: આજે નેત્રોત્સવ વિધિ, બુધવારે સોનાવેશના દર્શન

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Ahmedabad 149th Rath Yatra : આગામી 16 જુલાઈ-ગુરુવારના અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાશે. જેમાં આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. બુધવારે સોનાવેશના દર્શન થશે તેમજ મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ કરાશે.

App Store

દૂર દૂરથી સંતો અમદાવાદ આવશે

ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવવાના શરૂ થઈ ગયા છે.

આજે નેત્રોત્સવ અને આવતીકાલે સોનાવેશના દર્શન

સમગ્ર રથયાત્રા દરમિયાન 45000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેરણા પ્રસાદમાં અપાશે. આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરાશે. સવારે 9:30ના ધ્વજારોહણ કરાશે. 

બુધવારે સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે. સવારે 10:30ના મંદિર પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ જ્યારે સવારે 11 વાગે ગજરાજોની પૂજા કરાશે. સાંજે 6:30ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા-આરતીમાં ભાગ લેશે. સાંજે 8 વાગે મહાઆરતી થશે.