Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police Mega Rehearsal Ahead of 149th Rath Yatra in Ahmedabad: Over 2,000 security personnel on 14 km route

VIDEO: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ: ૧૪ કિમીના રૂટ પર ૨૦૦૦થી વધુ જવાનોનું કડક સુરક્ષા કવચ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પોલીસ વિભાગે મેગા સુરક્ષા રિહર્સલ યોજ્યું હતું. ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ કરી 14 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર, JCP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં હાજર રહ્યા હતા. 2 હજારથી વધુ પોલીસકર્મીઓ, SRP અને RAFના જવાનો દ્વારા ભીડ નિયંત્રણ, રૂટ મેનેજમેન્ટ અને ઈમરજન્સી રિસ્પોન્સની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી દળો વચ્ચે સંકલનનું પરીક્ષણ કરાયું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

App Store