Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Grand preparations for the Ratha Yatra in Ahmedabad, protection of the temple premises with an insurance cover of one and a half crores

VIDEO: અમદાવાદમાં રથયાત્રાની ભવ્ય તૈયારીઓ, મંદિર પરિસરને દોઢ કરોડના વીમા કવચથી સુરક્ષા

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 સુશોભિત ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને બેન્ડબાજા જોડાશે. ભક્તો માટે મોટા પાયે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હજારો કિલો મગ, જાંબુ, કેરી, કાકડી અને દાડમનો સમાવેશ થાય છે. રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર અને બહારના વિસ્તાર માટે દોઢ કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ભગવાનની નેત્રોત્સવ વિધિ, આંખે પાટો બાંધવાની વિધી અને ધ્વજારોહણ યોજાશે, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. જ્યારે ૧૫ જુલાઈએ ભક્તો ભગવાનના સોનાવેષના દર્શન કરી શકશે અને ICC ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં ગજરાજોની પૂજા તથા સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશેષ આરતી કરવામાં આવશે.

App Store