અમદાવાદ: RTOના અધિકારીઓની હડતાળ સમેટાઈ, ઓફિસરો કામ પર ફરતા કામગીરી શરૂ
રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્

રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતા આર.ટી.ઓના ટેક્નિકલ ઑફિસર કામ પર પરત ફર્યા છે.
12 વાગ્યા પછી જે અરદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેમની કામગીરી હાથ ધરવામાં આવશે
વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે. આજે 12 વાગ્યા પછી જે અરદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેમની કામગીરી હાથ ધરવામાં આવશે.
RTOના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા
ઉલ્લેખનીય છે કે સોમવારે 'નો લોગિન ડે' અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોના યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવતા તમામ ઑફિસરો કામ પર પરત ફર્યા છે.






