VIDEO : અમદાવાદના અપહરણ કેસનો સુરતમાં પર્દાફાશ, 2 આંતરરાજ્ય આરોપી પકડાયા
અમદાવાદના ચર્ચાસ્પદ અપહરણ કેસમાં સુરતની ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે. મળેલી બાત

અમદાવાદના ચર્ચાસ્પદ અપહરણ કેસમાં સુરતની ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે. મળેલી બાતમીના આધારે પોલીસે અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત રીતે શોધી કાઢી અને બે આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર રાજસ્થાનના પોક્સો કેસમાં 20 વર્ષની સજાનો પેરોલ જમ્પ કરનાર હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ફિરોઝ ઉર્ફે ફારૂક કઠાતને પણ ઝડપી લેવામાં આવ્યો છે. બંને આરોપીઓ અનેક રાજ્યોમાં વાહનચોરીના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. પોલીસે ચોરાયેલી મહિન્દ્રા થાર પણ કબજે કરી છે. વધુ પૂછપરછમાં અન્ય ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતા છે.



