મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, એક અઠવાડિયામાં નાસતા ફરતા 25 જેટલા આરોપીઓની ધરપકડ

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કા

ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, એક અઠવાડિયામાં નાસતા ફરતા 25 જેટલા આરોપીઓની ધરપકડ

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવ્સથાને ધ્યાનમાં રાખીને અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પણ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર નજર કરીએ તો ક્રાઇમ બ્રાન્ચએ એક અઠવાડિયામાં નાસતા ફરતા 25 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સી.આઇ.ડી ક્રાઇમે 27 ગુનાનો નાસતો ફરતો આરોપી કિશોર ઉર્ફે મકોડી જે 20 હજારનો ઇનામી હતો તેની પણ રાજસ્થાનથી ધરપકડ કરી છે.

આ ઉપરાંત ક્રિકેટ સટ્ટા બેટીંગના 2 કેસ કરી 6 આરોપીઓને ઝડપી લીધા છે. પ્રોહીબીશનના 7 કેસ, જુગારના છ કેસ કરી 30 આરોપીઓને ઝડપ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમયાંતરે વાહન ચેકિંગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો