અમદાવાદ : પૂર્વ મંગેતર પર હુમલો કરનાર યુવતી અને તેના પતિની બોપલ પોલીસે કરી ધરપકડ
અમદાવાદના બોપલમાં થોડા સમય પહેલાં પૂર્વ મંગેતર પર હુમલો કરનાર યુવતી અને તેના પત

અમદાવાદના બોપલમાં થોડા સમય પહેલાં પૂર્વ મંગેતર પર હુમલો કરનાર યુવતી અને તેના પતિની બોપલ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પહેલાં એવું સામે આવી રહ્યું હતું કે યુવકે યુવતીને બ્લોક કરી જેના કારણે આ બદલો લેવાનો આખું કાવતરું થયું.પરંતુ હકીકતમાં કઈંક અલગ જ સામે આવી છે. આ મામલે બોપલ પોલીસે યુવતી અને તેનાં પતિની ધરપકડ કરી છે.
બોપલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બન્ને પતિ પત્ની છે, હાલમાં જ અમદાવાદનાં બોપલનો કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં પૂર્વ મંગેતરે યુવકે કારથી ઉડાડીને બાદમાં છરીનાં ધા મારી ઈજાઓ પહોંચાડી હતી, જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરતા મોટો ખુલાસો થયો છે. ઈજાગ્રસ્ત યુવક જય પટેલ અને આરોપી યુવતી રિન્કુ પટેલની સગાઈ તૂટ્યાં બાદ બંને એકબીજા સાથે સોશિયલ મીડિયામાં અંતરંગ વાતો કરતાં હતાં અને બંને પરિણીત હોવા છતાં એકબીજાને મળતાં હતાં. એકબીજા સાથે વીડિયો કોલમાં ઘણી અભદ્ર વાતો પણ કરતા હતા. પરંતુ આ દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને બ્લોક કરી દીધી અને તે ઓનલાઈન છે કે નહીં તે જોવા માટે પ્રેમિકા એને પતિનો મોબાઇલ હાથમાં લીધો, ત્યારે પતિ આ જોઈ ગયો અને પ્રેમિકાએ તેના પતિને કહ્યું કે આ યુવક તેને બ્લેકમેલ કરે છે અને ત્યારથી પતિ સાથે મળીને પત્નીએ પ્રેમિકાનું કાસળ કાઢવા માટેનો પ્લાન કર્યો. જે માટે રેકી કરી અને પત્નિએ ગાડીથી યુવકને ઉડાવ્યો, જ્યારે કારમાંથી ઉતરતા જ યુવતીએ પ્રેમી પર છરીઓના ઘા માર્યા હતા.
જય પટેલની સગાઇ મહેસાણાની યુવતી સાથે થઈ હતી, પરંતુ બન્નેને મનમેળ નહિ આવતાં 13 વર્ષ પહેલા સગાઇ તોડી નાંખવામાં આવી હતી. બન્નેના લગ્ન પણ સમાજના યોગ્ય પાત્રો સાથે થઇ ગયા હતા. તેમ છતા યુવતી યુવકને ફોન કરીને હેરાન કરતા યુવકે નંબરો બ્લેકલીસ્ટમાં મૂક્યા હતા. તેની અદાવત રાખીને યુવક શેલા પાસે જ્યુપીટર લઇને કામ અર્થે જતો હતો. ત્યારે યુવતીએ પુરઝડપે કાર લઇને આવીને ટક્કર મારીને યુવકને નીચે પાડી દીધો હતો. બાદમાં તુ કેમ વાત કરતો નથી કહીને ચપ્પુના ઘા માર્યા હતા. આ અંગે યુવકે પૂર્વ ફિયાન્સી સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.હાલ તો આ મામલે પોલીસે રિન્કુ પટેલ અને તેનાં પતિ સંદીપ પટેલની ધરપકડ કરી છે. જોકે આરોપીઓએ આ પ્લાન બનાવવામાં અન્ય કોઈની મદદ લીધી છે કે કેમ તે પોલીસની તપાસમાં સામે આવશે.




