મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad /  AMCનો નિર્ણય; હવેથી જાહેરાતોના મોટા હોર્ડિંગ પાસે ઘટાદાર વૃક્ષોના છોડ વાવવા પર રોક 

Ahmedabad / AMC decision; Ban on planting deciduous tree saplings near large billboards of advertisements from now on | અમદાવાદ શહેરમાં હોર્ડિંગ દેખાડવા વૃક્

Ahmedabad /  AMCનો નિર્ણય; હવેથી જાહેરાતોના મોટા હોર્ડિંગ પાસે ઘટાદાર વૃક્ષોના છોડ વાવવા પર રોક 
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરમાં હોર્ડિંગ દેખાડવા વૃક્ષોનું આડેધડ ટ્રીમિંગ કરાતું હોવાના કિસ્સા છાશવારે સામે આવે છે. ત્યારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં નવા હોર્ડિંગ આસપાસ મોટા વૃક્ષો વાવવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે! બીજી બાજુ રિવરફ્રન્ટ પર ઠેર-ઠેર ગંદકી જોવા મળતા સફાઈ માટે જવાબદાર હેતંરજ એજન્સીને રૂપિયા એક લાખનો દંડ કરાયો છે.

રસ્તા અને ડિવાઇડર પરના વૃક્ષો બુઠ્ઠા કરી દેવા બદલ તાજેતરમાં જાહેરાતની એજન્સીને દંડ કરાયો હતો. આ પ્રશ્નનો મ્યુનિ. વિચિત્ર ઉકેલ શોધી લાવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં જ્યાં નવા હોર્ડિંગ્સ લગાવવા હોય તેની આસપાસ વૃક્ષો વાવવા પર રોક લગાવી દેવાઈ છે. હોર્ડિંગની બાજુમાં ફક્ત નાની ઊંચાઈના અમુક વૃક્ષો જ વાવી શકાશે. શાહીબાગ, એરપોર્ટ, રિવરફ્રન્ટ જેવા મુખ્ય રસ્તા પર દર 100-200 મીટરે હોર્ડિંગ જોવા મળે છે, તો પછી વૃક્ષો ક્યાં વાવવા? તે સવાલ ઉઠ્યો છે.

બીજી બાજુ રિવરફ્રન્ટ પર સુભાષ બ્રિજના કાટમાળ તેમજ ગંદકી બદલ સફાઈનું કામ કરતી હેતંરજ એજન્સીને એક લાખનો દંડ કરાયો છે. ઘર કે સોસાયટીમાં ટ્રીમિંગ કરાવવાનો ચાર્જ ભરવા ઓનલાઈન સુવિધા અપાશે. 200 રૂપિયા ભરવા લોકોને સિવિલ સેન્ટર જવું પડશે નહીં.

ઉપરાંત વર્ષ 2023માં સબ ડિવિઝન ઓફિસ બનાવવા અગાણજ અને મોટેરામાં અપાયેલા રૂ. 50 કરોડના પ્લોટના પૈસા યુજીવીસીએલને ન ચૂકવતા બંને પ્લોટ પાછા લેવાયા હતા. આવા અન્ય પ્લોટ જેમની રકમ ચૂકવાઈ ન હોય તેની યાદી બનાવી તેમને પરત લેવાની કાર્યવાહી કરવા એસ્ટેટ વિભાગને સૂચના અપાય છે. જ્યારે 243 પાણીની ટાંકીમાંથી છેલ્લા છ મહિનામાં ફક્ત 96ની જ સફાઈ થઈ હોય બાકીની ટાંકીઓની સમયસર સફાઈ કરવા તાકીદ કરાઈ છે.

આ સમાચાર શેર કરો