મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ નસવાડીમાં સબ સેન્ટરનું કામ લટકાવનાર એજન્સી બ્લેકલિસ્ટ, નવું ટેન્ડર બહાર પડશે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ, વાંકલા અને વઘાચ ગામોમાં એક કરોડ પંદર લાખ રૂ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ, વાંકલા અને વઘાચ ગામોમાં એક કરોડ પંદર લાખ રૂપિયાના ખર્ચે બનનારા ત્રણ સબ સેન્ટરના કામમાં ગંભીર વિલંબ બદલ સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2024માં વર્ક ઓર્ડર મળ્યા બાદ પણ બે વર્ષ સુધી કામગીરી પૂર્ણ ન થતાં PIU વિભાગે વારંવાર નોટિસ આપી હતી. તેમ છતાં કામ પૂર્ણ ન થતાં ગાંધીનગર કચેરીમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળતાં એજન્સી સામે કાર્યવાહી શરૂ થઈ છે. હવે PIU વિભાગ નવેસરથી એસ્ટિમેટ તૈયાર કરી નવું ટેન્ડર બહાર પાડશે, જેથી સબ સેન્ટરની કામગીરી પૂર્ણ થઈ શકે.

આ સમાચાર શેર કરો