રાજકોટમાં સમૂહ લગ્નમાં 28 યુગલોને રઝળતા મૂકી મુખ્ય આયોજક લાખો રુપિયા લઈ ફરાર, કોર્ટે જામીનની અરજી ફગાવી
ગુજરાતમાં ઘણીવાર અનેક સ્થળો પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. મોટેભાગે આ

ગુજરાતમાં ઘણીવાર અનેક સ્થળો પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. મોટેભાગે આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવાર નાનીમોટી રકમ આપી તેમના સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરાવતા હોય છે. એવામાં રાજકોટમાંથી સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં 28 યુગલોના સમૂહ લગ્ન યોજાવાના હતા અને આ સમૂહ લગ્નનો આયોજક પૈસા લઈને ફરાર થઈ ગયો છે.
રાજકોટમાં 28 યુગલોને રઝળતા મૂકીને નાસી છુટેલા આયોજકના કોર્ટે આગોતરા જામીન રદ કર્યા છે. મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા સમૂહ લગ્નના નામે 60 લાખથી વધુની રકમ લઈને ફરાર થઈ ગયો છે. જેથી સમૂહ લગ્નના મુખ્ય આયોજકના આગોતરા જામીનની અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.




