હાઈવે બન્યો રક્તરંજિત: સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં બે બનાવમાં ત્રણના મોત
સાયલા ચોટીલા હાઇવે પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે જણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કે

સાયલા ચોટીલા હાઇવે પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે જણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતથી એક પરિવાર જસદણ પાસે આવેલા દહીંસરા ગામે માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે સાયલા ચોટીલા હાઇવે પર સોમવારે આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલા અને ત્રણ મહિનાના બાળકનું મોત નિપજ્યું છે.
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વઢવાણ હાઇવે પર ડમ્પર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા
અગાઉ સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે પર ડમ્પર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા હતા. જ્યારે સદભાવના ટ્રસ્ટના મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.






