ડીસામાં બનાસ નદીના પુલ પર એક્ટિવા સાથે નીલગાય અથડાઈ; એકનું મોત, એક ઘાયલ
બનાસકાંઠા: ડીસામાં બનાસ નદીના પુલ પર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. નીલગાય સાથે એક્ટિવા અથડાતાં જુડવા

બનાસકાંઠા: ડીસામાં બનાસ નદીના પુલ પર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. નીલગાય સાથે એક્ટિવા અથડાતાં જુડવા ભાઈઓમાંથી એકનું મોત થયું હતું જયારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
બનાસકાંઠાના માલગઢના મામાનગર વિસ્તારના રહેવાસી જુડવા ભાઈઓને અકસ્માત નડ્યો હતો. પ્રદીપભાઈ અને પંકજભાઈ કચ્છવા એક્ટિવા પર ડીસા માર્કેટયાર્ડ જઈ રહ્યા હતા. બનાસ નદીના પુલ પાસે રસ્તામાં અચાનક એક નીલગાય તેમની એક્ટિવા સાથે અથડાઈ હતી. સર્જાયલ અકસ્માતમાં પ્રદીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પંકજભાઈ કચ્છવા ગંભીર રીતે ઘાયલ થતા ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શાક માર્કેટના આશાસ્પદ વેપારી યુવકના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રસ્તા પર નીલગાયના કારણે થતા અકસ્માતો રોકવા સરકારને અપીલ કરવામાં આવી હતી.




