મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar / રણમલ તળાવ પાસે બેફામ થાર ચાલકે સર્જ્યો અકસ્માત; ડિવાઇડર તોડી મનપાની તોપ સાથે અથડાઈ

Accident near Jamnagar / Ranmal lake caused by reckless Thar driver; The divider broke and collided with the Manpai cannon | જામનગરમાં રણમલ તળાવની પાળે પાછળન

Jamnagar / રણમલ તળાવ પાસે બેફામ થાર ચાલકે સર્જ્યો અકસ્માત;  ડિવાઇડર તોડી મનપાની તોપ સાથે અથડાઈ
આ સમાચાર સાંભળો

જામનગરમાં રણમલ તળાવની પાળે પાછળના ભાગ નજીક મુખ્ય માર્ગ પર સોમવારની રાત્રે એક થાર જીપનો ચાલક બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી થાર જીપ રસ્તાના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ ડિવાઇડર કુદાવી સામેની બાજુ મહાનગર પાલિકા દ્વારા મુકાયેલી તોપ સાથેના સર્કલમાં જઈને અટકી હતી. 

અકસ્માતના પગલે મહાનગરપાલિકાની મિલકતને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે અકસ્માત સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી, અને થાર ચાલક પણ સમયસર વાહનમાંથી બહાર નીકળી ગયો હતો. સોમવારની રાત્રે આ વિસ્તાર સઘન અવરજવરવાળો હોવાથી અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. 

બનાવની જાણ થતાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે થાર ચાલક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો