મહેસાણાની કેનાલમાં યુવકે પડતુું મૂકી જીવન ટુંકાવ્યું
મહેસાણામાં ફરી એક વખત એક યુવકે કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. હજુ થોડાં દિવ

મહેસાણામાં ફરી એક વખત એક યુવકે કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. હજુ થોડાં દિવસ પહેલા જ મહેસાણાની કેનાલમાં એક શિક્ષકે પડતું મૂકીને જીવન ટુંકાવ્યું હતું. એવામાં મહેસાણા-વિસનગર હાઇવે પર દેલા ગામ નજીક કેનાલમાં યુવાને આપઘાત કર્યો હતો. મહેસાણાની સુઝલામ-સુફલામ કાચી કેનાલમાં યુવાને મોતની છલાંગ લગાવી હતી.
આ પણ વાંચો : 'હું નર્મદા કેનાલમાં પડું છું' કહી શિક્ષકની આત્મહત્યા
યુવકે એક્ટિવા અને કપડાને કેનાલ ઉપર મૂકી મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા મહેસાણા તાલુકા પોલીસ અને પાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે ઓમ બારોટ નામના યુવાને આપઘાત કર્યો હતો. તેની સાથે સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે.




