મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં તબીબ યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ: રાજકોટમાં તબીબ યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતી મૂળ માણાવદરની વતની હતી અને રાજકોટમાં રહ

રાજકોટમાં તબીબ યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ: રાજકોટમાં તબીબ યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતી મૂળ માણાવદરની વતની હતી અને રાજકોટમાં રહેતી રહેતી હતી. BHMSનો અભ્યાસ કરતી યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું છે.

ઘટના રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં બનવા પામી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા બાદ વધુ 4-5 જિલ્લાના વિભાજનની ચર્ચા, આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, તબીબ યુવતીના આપઘાતનું કારણ હજી અકબંધ છે, યુવતીએ ક્યા કારણોસર આ પગલું ભર્યું છે એ તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો