મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વ્યારામાં ભારે પવનથી વૃક્ષ પડયું, માર્ગ બંધ થતા પરેશાની

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તેજ પવન સાથેના વરસાદ

તસવીર: gstv

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન ફૂંકાયેલા તેજ પવન સાથેના વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે, જેમાં નાની ચીખલીથી ખડકા ચીખલીને જોડતા મુખ્ય માર્ગ પર એક મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અચાનક રસ્તા પર વૃક્ષ પડી જવાથી સ્થાનિકો અને વાહનચાલકોની અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે અને લોકોને વૈકલ્પિક રસ્તાઓનો સહારો લેવો પડી રહ્યો છે. જેના કારણે સવારથી જ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો