મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વ્યારામાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ: અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા પાલિકાની પોલ ખુલી

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં હવામાન વિભાગની રેડ એલર્ટન

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. જોકે, આ સતત પડી રહેલા વરસાદે વ્યારા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે અને તંત્રના દાવાઓ તદ્દન પોકળ સાબિત થયા છે. વ્યારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના વોર્ડ નંબર ૭માં આવેલી વૃંદાવનધામ સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે રહીશોની સમસ્યામાં ભારે વધારો થયો છે. આવી જ કંઈક સ્થિતિ વોર્ડ નંબર ૧માં પણ જોવા મળી રહી છે, જ્યાં સિંગી વિસ્તારમાં આવેલી મગન ડાહ્યાની ચાલ અને મગદુમ નગર નજીકના રસ્તાઓ સ્વિમિંગપૂલ જેવા બની ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને આગોતરી સફાઈ ન થવાને કારણે આ જલબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો