VIDEO: ગુજરાતના શિક્ષણની ગંભીર સ્થિતિ પર કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર
કેન્દ્ર સરકારના 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ' પ્રોગ્રેસ રિપોર્ટમાં ગુજરા

કેન્દ્ર સરકારના 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ' પ્રોગ્રેસ રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે, જેના આધારે કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં માત્ર 50.82 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે, જ્યારે હાયર સેકન્ડરીમાં પ્રવેશ લીધા બાદ માત્ર 47.3ટકા વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે હાજર રહે છે. કોલેજ સ્તરે તો સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં માત્ર 26.2ટકા વિદ્યાર્થીઓ જ પ્રવેશ બાદ અભ્યાસમાં ટકી શકે છે, જેના કારણે આ બાબતે ગુજરાત દેશમાં 23 માં ક્રમે ધકેલાઈ ગયું છે. પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો, ગુજરાતમાં માત્ર 77.9ટકા બાળકો પ્રાયમરીમાં અને 67.5ટકા બાળકો અપર પ્રાયમરીમાં પ્રવેશ મેળવી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક પાસું શિક્ષણની ગુણવત્તાનું છે. ધોરણ 3માં માત્ર 46ટકા બાળકોને ભાષા અને 38 ટકા ને ગણિત સમજાય છે, જ્યારે ધોરણ 6માં આ આંકડો ઘટીને અનુક્રમે 22 ટકા અને 23 ટકા પર આવી જાય છે. ધોરણ 9 સુધી પહોંચતા સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે, જ્યાં ભાષામાં 24 ટકા અને ગણિતમાં માત્ર 3 ટકા બાળકો જ પાયાનું જ્ઞાન ધરાવે છે. શિક્ષણની આ કથળેલી સ્થિતિ સરકારના 'વાઈબ્રન્ટ' દાવાઓની પોલ ખોલી રહી છે.




