VIDEO: કંડલા સહિત ગુજરાતના બંદરો પર ૩ નંબરનું ચેતવણી સિગ્નલ: માછીમારોને દરિયો ન ખેડવા આદેશ
ગુજરાત પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને વહીવટ

ગુજરાત પર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ૩ નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કંડલા બંદર સહિત રાજ્યના અન્ય મહત્વના બંદરો પર પણ આ સિગ્નલ લાગુ કરી દેવામાં આવ્યું છે. દરિયામાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ અને સંભવિત ખતરાને જોતા વહીવટી તંત્રએ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને માછીમારોને સુરક્ષિત સ્થાને રહેવા અને તમામ સલામતીના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.



