મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: બેફામ કાર ચાલકે બાઈક સવારને ફંગોળ્યો, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરમાં વધુ

સુરેન્દ્રનગર: બેફામ કાર ચાલકે બાઈક સવારને ફંગોળ્યો, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરમાં  વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના કોંઢ બાવળી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં  એક યુવકનું મોત નિપજ્યું હતું.

યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનો માહોલ

 ઘટનાને પગલે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.  પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો