જુનાગઢ જિલ્લા જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ કર્યો આપઘાત
જુનાગઢ જિલ્લા જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ કર્યો જેલમાં બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘ

જુનાગઢ જિલ્લા જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ કર્યો જેલમાં બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ કેદી સાયબર ફ્રોડ ગુન્હામાં 5 દિવસ પહેલા જ જેલમાં આવ્યો હતો.
બાથરૂમમાં બારી સાથે દોરી બાંધી આપઘાત કર્યો
આ અંગે મળતી માહિતી અનુસાર વેરાવળ સીટી પોલીસ સ્ટેશનસાયબર ફ્રોડ ગુન્હામાં વેરાવળ કોર્ટના હુકમથી વેરાવળના 19 વર્ષીય ગુનેગાર કુણાલ પ્રવીણસિંહ વાઘેલાને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગત 20 ડિસેમ્બરના રોજ કૃણાલે સાંજે 5 વાગ્યા આસપાસ જેલનાં સાંસ્કૃતિક હોલના બાથરૂમમાં બારી સાથે દોરી બાંધી લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ અંગેની જાણ થતા જેલ અધિક્ષક એચ.ઓ. વાળાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને જાણ કરી હતી. અધિકારીઓની હાજરીમાં વીડિયોગ્રાફી કરી કૃણાલનો મૃતદેહ નીચે ઉતારી એ ડીવિઝન પોલીસ મારફત પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
શા કારણે કર્યો આપઘાત?
કુણાલના આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતક યુવક પહેલીવાર જેલમાં આવ્યો હતો અને પોતાને જામીન નહીં મળે એવા ભયને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.






