મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરાની પ્રતિષ્ઠિત શાળાએ વિવાદમાં રહેલા ઈન્ફલુએન્સરને બોલાવીને કર્યા ધતિંગો, વીડિયો વાયરલ થતાં હોબાળો

ગોધરાની જાણિતી સ્કૂલમાં સોશિયલ મીડિયામાં રીલો બનાવનાર યુવાનને બોલાવીને પ્

ગોધરાની પ્રતિષ્ઠિત શાળાએ વિવાદમાં રહેલા ઈન્ફલુએન્સરને બોલાવીને કર્યા ધતિંગો, વીડિયો વાયરલ થતાં હોબાળો

ગોધરાની જાણિતી સ્કૂલમાં સોશિયલ મીડિયામાં રીલો બનાવનાર યુવાનને બોલાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. ગોધરાના વિદ્યાના ધામમાં પ્રમોશનના નામે ધતિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલીઓમાં રોષ ભભૂક્યો હતો. શિક્ષણના ધામમાં વિધાર્થીઓને અભ્યાસ કરવાની જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતા સંખ્યાબંધ સવાલો ઉઠ્યા છે.

રીલો બનાવનાર યુવક સામે થોડાક સમય અગાઉ ગોધરામાં પોલીસમાં ફરિયાદ

રીલો બનાવનાર યુવક સામે થોડાક સમય અગાઉ ગોધરામાં પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો શિક્ષણ વિભાગ સમક્ષ ગયો છે.

 સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં જ સવાલો ઉઠ્યા

આ પણ વાંચો: વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ મામલે શિક્ષણ વિભાગ કોઈ એક્શન લે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. શાળાના કેટલાક વિધાર્થીઓએ યુવકના ઓટોગ્રાફ પણ લીધા હતા, આ યુવાને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં જ સવાલો ઉઠ્યા હતા.

આ સમાચાર શેર કરો