મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર, 71 અધિકારીઓની તાત્કાલિક બદલી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આ

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર, 71 અધિકારીઓની તાત્કાલિક બદલી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવ્યા છે. અચાનક બદલી કરવામાં આવતા પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 71 પોલીસ કર્મીઓની તાત્કાલિક રીતે બદલી કરવામાં આવી છે.

મુળી, જોરાવરનગર, ધ્રાંગધ્રાના PSIની પણ બદલી

ત્રણ PSI અને લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજવતા પોલીસ કર્મીઓની પણ  બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા  મુળી, જોરાવરનગર, ધ્રાંગધ્રાના PSIની પણ બદલી કરી નાખવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બદલીઓ કરી તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે. પોલીસની અલગ ટુકડીની PCCની પણ રચના કરાઈ છે.

આ સમાચાર શેર કરો