મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:લસકાણા પોલીસનો સાહસિક બચાવ, ઝેરી દવા પીનાર યુવકને બચાવ્યો

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં પોલીસની સમયસૂચકતાથી એક યુવકનો જીવ બચી ગયો છે

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં પોલીસની સમયસૂચકતાથી એક યુવકનો જીવ બચી ગયો છે. લસકાણા પોલીસની PCR 81ને મળેલા કોલ મુજબ એક વ્યક્તિએ પોતાના ઘરમાં બંધ થઈને ઝેરી દવા પી લીધી હતી. માહિતી મળતાં જ પીસીઆરમાં ફરજ બજાવતા કિરણભાઈ અને ક્રિપાલસિંહ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા ટીમે સાતમા માળેથી બાજુના મકાનની બાલકનીનો ઉપયોગ કરીને યુવક સુધી પહોંચ્યા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં યુવકને તરત જ પીસીઆર વાન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો છે. પોલીસની આ કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર શેર કરો