Halvad news: સરકારી જમીનના બનાવટી રેકોર્ડ બનાવી કૌભાંડનું કાવતરું ઝડપાયું, 9 આરોપીઓ ઝડપાયા
ગુજરાતના હળવદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. હળવદ તાલુકામાં

ગુજરાતના હળવદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. હળવદ તાલુકામાંથી અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી સરકારી જમીનના બનાવટી રેકોર્ડ બનાવી જમીન કૌભાંડ આચરવાનો ભાંડાફોડ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે હળવદ પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ખોટા દસ્તાવેજો, નકલી રબ્બર સ્ટેમ્પ અને ખોટી સહીનો ઉપયોગ કર્યો
આરોપીઓએ ખોટા દસ્તાવેજો, નકલી રબ્બર સ્ટેમ્પ અને ખોટી સહીનો ઉપયોગ કરી સરકારી જમીન પોતાના કબજામાં લેવા કાવતરું રચ્યું હતું. પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા છે. જમીન કોભાંડની આ ગંભીર ઘટનામાં હળવદ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.



