મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'માતાજીના માંડવામાં જાઉં છું' કહીને નિકળ્યા'તા પછી ખેતરમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરુ

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પુડા ગામના 4

'માતાજીના માંડવામાં જાઉં છું' કહીને નિકળ્યા'તા પછી ખેતરમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરુ

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પુડા ગામના 45 વર્ષીય હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ આદરી છે. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું વર્તાય છે તેમજ પોલીસ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક હસમુખભાઈ ચૌહાણ હરસિધ્ધિ માતાના માંડવામાં જાઉં છું તેમ પત્નીને જણાવીને ઘરેથી નીકળ્યા હતા. કયા સંજોગોમાં મોત નીપજ્યું તે તપાસનો વિષય બન્યું છે. મૃતક હસમુખભાઈ લગ્ન જીવનના 15 વર્ષ થયા હતા જેથી હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓમાં ભારે વિલાપ વ્યાપ્યો છે.

આ સમાચાર શેર કરો