મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સાળંગપુર ધામને મોટી સિદ્ધિ, 'કિંગ ઓફ સાળંગપુર'ને મળ્યું ટ્રેડમાર્ક

બોટાદ જિલ્લાના સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્

બોટાદ જિલ્લાના સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો અને “કિંગ ઓફ સાળંગપુર” સહિતની ઓળખને કૉપીરાઇટ તથા ટ્રેડમાર્કના પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. ધામની આધ્યાત્મિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે આ નોંધણીઓ કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલા તમામ પ્રમાણપત્રો ભાવપૂર્વક દાદાના પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે આધ્યાત્મિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ હેઠળ સુરક્ષિત કરવી સમયની જરૂરિયાત છે. આ દિવ્ય વારસાના સંવર્ધન માટે પ્રયાસો સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો