મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં કરુણ ઘટના! સ્કૂલ ગ્રાઉન્ડમાં 15 વર્ષના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત

Vadodara: ફતેગંજની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીને વીજ થાંભલાનો

વડોદરામાં કરુણ ઘટના! સ્કૂલ ગ્રાઉન્ડમાં 15 વર્ષના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત
આ સમાચાર સાંભળો

Vadodara: ફતેગંજની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીને વીજ થાંભલાનો કરંટ લાગતા ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે જયપ્રકાશ સોસાયટીમાં રહેતો 15 વર્ષનો દેવ પ્રશાંતભાઇ શાહ ન્યુ એરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજ તે અન્ય છોકરાઓ સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. તે દરમિયાન ફૂટબોલ વીજ થાંભલા પાસે ગયો હતો.

દેવનો હાથ વીજ થાંભલા પર અડી જતા જમણા અંગુઠા પર કરંટ લાગતા તે ઢળી પડયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, અત્યંત ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો