મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડિપ્લોમા એન્જીનીયરીંગના 54 અધ્યાપકોના સાતમાં પગારપંચની કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) ની મંજૂરી 

શિક્ષણ વિભાગના તા.૦૧/૦૩/૨૦૨૪ના ઠરાવોથી રાજ્યની સરકારી અને

ડિપ્લોમા એન્જીનીયરીંગના 54 અધ્યાપકોના સાતમાં પગારપંચની કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) ની મંજૂરી 

શિક્ષણ વિભાગના તા.૦૧/૦૩/૨૦૨૪ના ઠરાવોથી રાજ્યની સરકારી અને અનુદાનિત ડિગ્રી/ડિપ્લોમા કક્ષાની ઈજનેરી/ફાર્મસી સંસ્થાઓના અધ્યાપકોના સાતમાં પગારપંચની કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતગર્ત છઠ્ઠા/સાતમાં પગારપંચ મુજબ જુદા જુદા એકેડેમિક ગ્રેડ પે (એ.જી.પી.) મૂવમેન્ટ/એકેડેમિક લેવલ મુવમેન્ટ માટેની જોગવાઈઓનો અમલ કરવાનો સરકારે ઠરાવ કર્યો છે.

ઉક્ત સંદર્ભે અત્રેની કચેરીના તા.૩૦-૦૭-૨૪ના પરીપત્રથી અધ્યાપકોની Cogent Portalના માધ્યમથી નિયત નમૂનામાં CAS અન્વયેની ઓનલાઇન દરખાસ્તો મંગાવવામાં આવી હતી. દરખાસ્તોની ચકાસણી કરતા સામેલ પત્રક-અ મુજબના સરકારી/અનુદાનિત ડિપ્લોમા કક્ષાની ઇજનેરી/ફાર્મસી સંસ્થાઓના અધ્યાપકોની છઠ્ઠા/સાતમાં પગારપંચ મુજબ એ.જી.પી.-૫૪૦૦ થી એ.જી.પી.-૬૦૦૦/લેવલ-૯એ થી લેવલ-૧૦, એ.જી.પી.-૬૦૦૦ થી એ.જી.પી.-૭૦૦૦/લેવલ-૧૦ થી લેવલ-૧૧ અને એ.જી.પી.-૭૦૦૦ થી એ.જી.પી.-૮૦૦૦/લેવલ-૧૧ થી લેવલ-૧૨ (એકેડેમિક ગ્રેડ પે (એ.જી.પી.) મૂવમેન્ટ/એકેડેમિક લેવલ મુવમેન્ટ)ની અધ્યાપકના નામની સામે કોલમ નં.-૮માં દર્શાવેલ તારીખથી નીચેની શરતોને આધીન મંજુર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો