બોટાદ: બરવાળામાં 17 GRDની જગ્યા સામે 700 જેટલા ફોર્મ ભરાયા!
ગુજરાતમાં આજેય લાખો શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી જ

ગુજરાતમાં આજેય લાખો શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારે બરવાળામા 17 જીઆરડીની જગ્યા સામે સાતસો જેટલા ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે.
બરવાળા તાલુકામાં 17 જીઆરડી જવાનોની ભરતીની જગ્યા માટે જાહેરાત કરવામાં આવતાની સાથે જ બરવાળા પોલીસ સ્ટેશને જીઆરડીના ભરતી ફોર્મ ભરવા માટે યુવાનો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈનો લગાવી હતી. બરવાળા તાલુકામાં 17 જીઆરડી જવાનોની જગ્યા ભરવાની છે તો તેની સામે 700 જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.
એક ઉમેદવારે જણાવ્યું કે, ગ્રેજ્યુએટ, બીએસસી એજયુકેશન ધરાવતા યુવાનો હાલ જીઆરડીની ભરતીના ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. હાલ બેરોજગારી વધારે છે. એટલા માટે અમારે જીઆરડીમાં જવું પડે છે જેથી સરકાર દ્વારા બીજી ભરતી બહાર પાડે તેમ યુવાનો ઈચ્છી રહ્યા છે.






