મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત પર એકસાથે ૬ વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી ૪૮ કલાક અત્યંત ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગા

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ટ્રફ, શેયર ઝોન, લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત એકસાથે 6 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેશે. આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે રાજકોટ, ભરૂચ, વડોદરા અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખરાબ દરિયાઈ વાતાવરણને પગલે બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો