મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉપલેટા: કોલેરાથી બાળકોના મોત બાદ તંત્ર જાગ્યું, પ્લાસ્ટિકના 6 કારખાનાઓને કર્યા સીલ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોલેરાના કારણે બાળકોના મોત નિપજ્યા હતા. આ મામલે જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે, મામલતદાર તંત્ર દ્વારા

ઉપલેટા: કોલેરાથી બાળકોના મોત બાદ તંત્ર જાગ્યું, પ્લાસ્ટિકના 6 કારખાનાઓને કર્યા સીલ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોલેરાના કારણે બાળકોના મોત નિપજ્યા હતા. આ મામલે જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે, મામલતદાર તંત્ર દ્વારા 6 કારખાના સીલ કરવામાં આવ્યું છે. કોલેરા કેસો પાછળનું પ્રાથમિક કારણ કારખાનાના પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ આવ્યું હતું. કારખાનામાંથી અંદાજીત 47 જેટલા કેસો પણ સામે આવ્યા હતા. 

ઉપલેટાના આ કારખાનોને સીલ કરવામાં આવ્યા

હિરામોટી.સંસ્કાર પોલીમર્સ.
ખોડીયાર. ઘનશ્યામ.
અર્ચના પોલીમર્સ.
આશ્રય પોલીમર્સ

તણસવા ગામ નજીક આવે બે પ્લાસ્ટીક કારખાનાઓમાં નાના બાળકોને  ફૂડ પોઈઝનીંગ થતાં ઝાડા-ઉલ્ટી થયા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને ત્યાંથી વધુ સારવાર માટે  જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન ચાર બાળકોના મોત થયા હતા.

મૃતક બાળકોમાં એક બાળક અને ચાર બાળકીનો સમાવેશ

મૃતક બાળકોમાં એક બાળક અને ચાર બાળકીનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 2થી 7 વર્ષની હતી.  આ બાળકો મધ્યપ્રદેશથી આવેલા પરપ્રાંતિય શ્રમિકોના સંતાનો છે. 

આ સમાચાર શેર કરો