મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જાદુઈ ચશ્મા માટે ભાણીના અપહરણ કેસમાં મામા સહિત 5ની ધરપકડ, આરોપીએ કહ્યું,'પૈસાની જગ્યાએ...'

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાંથી ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જાદુઈ ચશ્મા મેળવવા સગા મા

જાદુઈ ચશ્મા માટે ભાણીના અપહરણ કેસમાં મામા સહિત 5ની ધરપકડ, આરોપીએ કહ્યું,'પૈસાની જગ્યાએ...'

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાંથી ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જાદુઈ ચશ્મા મેળવવા સગા મામાએ પોતાની સગીર વયની ભાણેજનું અપહરણ કર્યું હતું. આરોપી મામાએ ભાણીનું અપહરણ કરી આગળ વધે તે પહેલા જ, વિંછીયા પોલીસે સાયલાના ગઢવાળાના દિનેશને દબોચી અમરેલીથી ભોગ બનનાર સગીર ભાણેજને મુકત કરાવી હતી. આ મામલે ગઈ તારીખ 17ના રોજ વિંછીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરી સગીરાનો સગો મામો ભાગી છુટયો હતો.

આરોપી મામાને અગાઉ અન્ય ચાર આરોપીએ મોબાઈલમાં એક એન્ટીક ચશ્મા બતાવ્યા હતા, આ ચશ્માથી જમીન અને દિવાલની આરપાર જોઈ શકાય તેમ કહ્યું હતું. ચશ્મા ખરીદવા હોય તો તેના રુપિયા આપવા પડશે પણ જો રૂપિયા ન હોય તો તેને બદલે ભોગ બનનાર સગીરા આપવા આરોપીઓ વચ્ચે નકકી થયું હતું. જેથી કાવતરા મુજબ મામાએ સગીરાનું અપહરણ કર્યું હતું. પોલીસે મુખ્ય આરોપી દિનેશને શોધી તેની ધરપકડ કરી હતી, તેમજ તેની સાથે અન્ય ચાર આરોપીમાં વિનુ હિરા સોલંકી, મેરામ પોપટ કણોત્રા, વલ્લભ બચુ સાપરા અને બાબુ ઉર્ફે ટીણો ભુપત મકવાણાની ધરપકડ પણ કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો