મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાપીમાં મેઘમહેર: બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરમાં જળબંબાકારની સ્થિતિ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશમાં વહેલી સવારથીજ વીજળીના કડાકા ભડ

વાપીમાં મેઘમહેર: બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરમાં જળબંબાકારની સ્થિતિ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશમાં વહેલી સવારથીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વાપી, દમણ, સેલવાસમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. વાપીમાં આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વાપીમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ

ભારે વરસાદને કારણે વાપી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તંત્રના પ્રિ-મોનસૂન પ્લાનનું સૂરસુરીયું નીકડ્યું હતું. વાપી શહેરના તા નગર, રેલવે સ્ટેશન રોડ, સેલવાસ રોડ, દમણ રોડ, નેશનલ હાઈવેથી ફાટક જવાના રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. 

આ સમાચાર શેર કરો