મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુજરાતમાં જળસંકટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો માટે ખાસ રાહત પેકેજની ઘોષણા

સોર્સ: gstv

રાજ્યમાં આ વખતે માત્ર ૮૯ ટકા વરસાદ નોંધાતાં ઊભી થયેલી પાણીની અછત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. ઓછો વરસાદ ધરાવતા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોના પાક નુકસાની સામે સરકારે ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ૮ હજાર ૫૦૦ રૂપિયાની સહાય જાહેર કરી છે. સૌરાષ્ટ્રમાં નદીઓ, તળાવો અને ડેમોમાં જળસ્તર ઘટતાં તથા 'સૌની યોજના'નો સપ્લાય ખોરવાતાં જળસંકટ ઘેરું બન્યું છે. નર્મદા ડેમમાં પણ પાણી ઘટી રહ્યું છે ત્યારે આગામી ચોમાસા સુધી પાણી અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવાનું આશ્વાસન સરકારે આપ્યું છે.

આ સમાચાર શેર કરો