હારીજ નગરપાલિકા ચૂંટણી બાદ 4 કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની સમાપ્તી થઈ ચુકી છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સ

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની સમાપ્તી થઈ ચુકી છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થયો છે. એવામાં પાટણ જિલ્લામાં હારીજ નગરપાલિકામાં ચૂંટણી બાદ દાવપેચ શરુ થઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. યોજાયેલ પાલિકા ચૂંટણી મામલે ભાજપે કોંગ્રેસ સાથે ફરીથી ખેલ કરી પાડ્યો છે. આજે ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભાજપે ખેલ પાડ્યો હતો. હારીજ પાલિકામાં કોંગ્રેસના ચાર ઉમેદવારો દ્વારા કેસરીયો ખેસ પહેરવામાં આવ્યો હતો. કોંગ્રેસના દસમાંથી ચાર ઉમેદવારોએ પંજાનો સાથ છોડ્યો છે, જોડાયેલ સદસ્યોએ હારીજની પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે. નેતાઓની હેરાફેરી બાદ હારીજ પાલિકામાં ભાજપનું સંખ્યા બળ 18નું થયું છે.



