મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં ૩ લોકોના મોત

સોર્સ: gstv

બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાલનપુરની હોસ્પિટલમાંથી સારવાર મેળવીને ઘરે પરત ફરી રહેલા પરિવારની રિક્ષાને એક અજાણ્યા વાહનચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી.આ દર્દનાક દુર્ઘટનામાં રિક્ષાચાલક સહિત પતિ-પત્નીનું ઘટના સ્થળે અને અન્ય ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. ત્રણ લોકોના મોતથી પરિવારમાં શોક  છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો