VIDEO: નવસારીના દેવધા ડેમના ૨૦ દરવાજા ખોલાયા: નવા નીરની આવક પૂર્વે અંબિકા કાંઠાના ૧૬ ગામો એલર્ટ
ગત વર્ષે વરસેલા પ્રચંડ વરસાદના કારણે નવસારી જિલ્લાના

ગત વર્ષે વરસેલા પ્રચંડ વરસાદના કારણે નવસારી જિલ્લાના ડેમોમાં હજુ પણ ભરપૂર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે, ચાલુ ચોમાસામાં ઉપરવાસમાંથી ગમે ત્યારે નવા નીરની આવક શરૂ થઈ શકે તેમ હોવાથી, વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના કુલ ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલીને જૂના પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમ નવસારીની બે નગરપાલિકાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ડેમમાંથી પાણી છોડાતા જ અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ૧૬ જેટલા નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન પાણીની આવક એકાએક વધી ન જાય અને પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગ પૂરતી તકેદારી રાખી રહ્યું છે.




