VIDEO: નલ સે જલ કૌભાંડમા વધુ ૨ની ધરપકડ, કુલ આંકડો ૪૬ પર પહોંચ્યો
મહીસાગર જિલ્લાના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. લાંબા સમયથી ફરાર રહેલા લુણ

મહીસાગર જિલ્લાના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. લાંબા સમયથી ફરાર રહેલા લુણાવાડાના ભાજપ વેપારી સેલના પ્રમુખ કલ્પેશ શાહે સરેન્ડર કર્યું છે, જ્યારે તત્કાલીન વાસ્મો યુનિટના ટેકનિકલ મેનેજર કર્મવીરસિંહ સિસોદિયાની નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ મુજબ કલ્પેશ શાહે 39 ગામોમાં કામ કર્યું હતું અને તેમની પાસેથી 5 કરોડની રિકવરી કરવામાં આવી છે. તેમના પર ખોટા અહેવાલ બનાવી સરકારી નાણાંની ગેરરીતિ કરવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 46 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને CIDની તપાસ હજુ પણ આગળ વધી રહી છે.


