મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાં 17 વર્ષના સગીરે જીવન ટૂંકાવ્યું, અનેક ગુનાઓમાં હતી સંડોવણી

ગુજરાતભરમાંથી અવારનવાર આત્મહત્યાના સમાચાર સામે આવે છે. એવામાં રાજકોટમાંથી ફરી એક વખત આત્મહત્યાની

રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાં 17 વર્ષના સગીરે જીવન ટૂંકાવ્યું, અનેક ગુનાઓમાં હતી સંડોવણી

ગુજરાતભરમાંથી અવારનવાર આત્મહત્યાના સમાચાર સામે આવે છે. એવામાં રાજકોટમાંથી ફરી એક વખત આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં એક સગીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ રોડ પર આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં 17 વર્ષના સગીરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

આ સગીર મૂળ ભાવનગરનો વતની હતો અને  2 જાન્યુઆરીના રોજ બાળ અદાલતમાં આવ્યો હતો. અનેક ગુનાઓમાં આ સગીર યુવકની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સગીર બાળના મૃતદેહને ફોરેન્સીકમાં પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો