મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Suratમાં લાખોની કિંમતના 7280 કિલો સળિયાની ચોરી કરનાર 11 આરોપીની ધરપકડ

Surat News: સુરતમાંથી એક મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ઓલપાડના માસમાં ખાતે સળિયા ચોરીનું કૌભાંડ LCB એ

Suratમાં લાખોની કિંમતના 7280 કિલો સળિયાની ચોરી કરનાર 11 આરોપીની ધરપકડ

Surat News: સુરતમાંથી એક મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ઓલપાડના માસમાં ખાતે સળિયા ચોરીનું કૌભાંડ LCB એ ઝડપી પાડ્યું છે. પોલીસે સળિયાની ચોરીને મામલે 11 આરોપીની ધરપકડ પણ કરી છે. તેમજ પોલીસે 2 ટ્રેલર 1 બોલેરો પિકઅપ 2 બાઇક અને મોબાઈલ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી પ્રમાણે, ટ્રેલરમાંથી સળિયા કાઢી ચોરી કરવામાં આવતી હતી. ટ્રેલરચાલક અને ક્લીનરની મિલીભગતથી ચોરી કરવામાં આવતી હતી. 7280 કિલો વજનના સળિયાની ચોરી કરવામાં આવી હતી. કુલ 78 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઓલપાડ કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ સમાચાર શેર કરો