Video: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 400 કરોડના સ્ટ્રીટ લાઈટ કોન્ટ્રાક્ટમાં 100 કરોડનું કૌભાંડ: વિપક્ષનો આક્ષેપ

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના ૪૦૦ કરોડ રૂપિયાના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ જણાવ્યું કે મળતિયાઓને કામ આપવા માટે ટેન્ડરની શરતોમાં જાણી જોઈને ફેરફાર કરા છે….શહેરમાં અનેક વિસ્તારોમાં લાઈટો બંધ રહેવાની ફરિયાદો છતાં AMC આધુનિક એલપી વાન જેવી સ્માર્ટ ટેક્નોલોજી અવગણીને અત્યંત જૂની આરએફ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી છે….ટેન્ડરમાં લાઈટનું અકારણ વિભાજન, સીવીસી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન અને કન્સલ્ટન્ટની નિયુક્તિમાં વ્યાપક અનિયમિતતાના ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. શહેરમાં હાલ લાખોની સંખ્યામાં વિવિધ ક્ષમતાની એલઈડી લાઈટો અને હાઈ માસ્ટ પોલ આવેલા છે.








