વડોદરા: ગોરવામાં 10 મહિનાનો માસૂમ પાણીની નીકમાં ખાબક્યો, ઘટનાસ્થળ પર જ બાળકનું મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના વડોદરામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. ગોરવામાં 10 મ

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના વડોદરામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. ગોરવામાં 10 મહિનાના બાળકનું પાણીની નીકમાં પડી જવાથી મોત નિપજ્યું છે.
10 મહિનાનો માસૂમ રમતા રમતા પહોંચ્યો હતોમૃતક માસુમની ઓળખ આયુષ તરીકે થઈ છે. 10 મહિનાના બાળકની માતા પાણી ભરવા ગઈ ત્યારે માસૂમ રમતા રમતા પાણીની નીકમાં પડી ગયો હતો. ખુલ્લી નીક બાળકના મોતનું કારણ બની હતી.
બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું
બાળકનું ઘટનાસ્થળ પર જ મોચ નિપજ્યું હતું. આ પાણીની નીક કુત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવવામાં આવી હતી. દુર્ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. માસૂમના અકાળે મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યો છે.




