Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Mini Niagara Falls in India, with Mini Niagara known as its Khono Grand Canyon

VIDEO: ભારતમાં મીની નાયગ્રા ધોધ, મીની નાયગ્રા સાથે તેની ખોણો ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાય છે

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતમાં મીની નાયગ્રા ધોધ

App Store

મધ્ય પ્રદેશમાં રણે ધોધ ઓળખાઇ છે મીની નાયગ્રા ધોધ

ખજુરહો પાસે કેન નદીની કોતરોમાં આવેલો છે મીની નાયગ્રા

મીની નાયગ્રા સાથે તેની ખોણો ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાય છે

મધ્ય પ્રદેશના ખજૂરાહોનું નામ આવે એટલે સામાન્ય રીતે ઐતિહાસિક મંદિરો અને અદભુત શિલ્પકલા યાદ આવે. પરંતુ ખજૂરાહોથી આશરે 20 કિલોમીટર દૂર કુદરતે એક એવું અજોડ સ્થળ સર્જ્યું છે, જ્યાં પાણી, પહાડ અને રંગબેરંગી ખડકો મળીને જાણે કોઈ ચિત્રકારની જીવંત પેઇન્ટિંગ ઊભી કરે છે... આ સ્થળ છે રણે ધોધ. ખજુરહોમાં કેન નદી પર આવેલો અદભુત ધોધ રણે ભારતનો નાયગ્રા ધોધ કે મીની નાયગ્રા ધોધ કહેવાય છે. દેખાવમાં આબેબુબ અમેરિકાના નાયગ્રા ધોધ જેવો આ રણે ધોધ નાયગ્રાની જેમ ખીણની ઉપર બેથી ત્રણ કીમી સુધી ફેલાયેલ છે. આ ધોધ કેન નદીની ઉપરની ટોચથી 30 મીટર ઉંડે પડે છે. વરસાદની મોસમમાં તેનો નજારો વધુ રોમાંચક બની જાય છે. ચોમાસામાં જ્યારે કેન નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે કોતરોમાંથી પાણી ધસમસતું નીચે આવે છે અને અનેક નાના-મોટા ધોધ એકસાથે વહેતા જોવા મળે છે, જેના કારણે રણે ફોલ્સનો નજારો જાણે કુદરતી મિની નાયગ્રા જેવો લાગે છે.

રણે ધોધની સૌથી મોટી ઓળખ છે તેની વિશાળ અને ઊંડી કોતર. આ કોતરો કેન નદીએ હજારો-લાખો વર્ષના પ્રવાહ અને કુદરતી ધોવાણથી આકાર આપ્યો છે. કોતરોની બંને બાજુ ખડકાળ દિવાલો પર કુદરતી રીતે બનેલા ગુલાબી, લાલ, રાખોડી અને અન્ય રંગોના ખડકો નજરે પડે છે. પાણીની વચ્ચે આ રંગીન ખડકોનો નજારો એટલો અદભુત લાગે છે કે જાણે અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ ગ્રાન્ડ કેન્યનનું નાનું સ્વરૂપ ભારતમાં જ ઊભું થઈ ગયું હોય તેવું લાગે છે. રણે ધોધને ઘણીવાર ગ્રાન્ડ કેન્યન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેન નદીના કિનારે ગ્રેનાઇટ અને ડોલોમાઇટ સહિતની અગ્નિકૃત ખડક જોવા મળે છે. અહિયા કુદરતે જાણે પથ્થરો પર લાલ, ગુલાબી, કાળા, ભૂરા અને લીલા રંગોથી પોતાની કલાકૃતિ બનાવી હોય તેવો અહેસાસ થાય છે. ફોટોગ્રાફી અને પ્રકૃતિપ્રેમીઓ માટે તો રણે ફોલ્સ જાણે ખુલ્લું કુદરતી સ્ટુડિયો છે. રણે ફોલ્સની આસપાસનો વિસ્તાર કેન ઘડિયાલ અભયારણ્ય સાથે જોડાયેલો છે, એટલે અહીંયા ધોધ, કોતરોની સાથે જંગલ અને વન્યજીવનનો અનુભવ પણ થાય છે.

એક તરફ અમેરિકાનો ગ્રાન્ડ કેન્યન વિશ્વભરમાં પોતાની વિશાળતા માટે પ્રસિદ્ધ છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં કેન નદીએ સર્જેલી આ રંગીન કોતર મની કેન્યન બની ગઇ છે. ભારતમાં જ એક જગ્યાએ મિની ગ્રાન્ડ કેન્યનઅને મિની નાયગ્રાજોવાનો લાહ્વો અલગ છે.

---  બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News