VIDEO: માઉન્ટ આબુમાં મીની વેકેશનમાં સહેલાણીઓની ભારે ભીડ: વાદળો વચ્ચે રમણીય માહોલ
સોર્સ : gstv
ત્રણ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસીઓના પ્રિય એવા માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસમાં 50 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં ઝરમર વરસાદ અને ડુંગરોમાંથી પસાર થતા વાદળો વચ્ચે સહેલાણીઓ મંત્રમુગ્ધ બની નકી લેકમાં બોટિંગની મજા માણી રહ્યા છે. આગામી જન્માષ્ટમીના તહેવારો માટે પણ આગોતરું બુકિંગ શરૂ થઈ ગયું છે, જેમાં મુખ્યત્વે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પહોંચેલા પ્રવાસીઓના સ્વાગત માટે સ્થાનિક વેપારીઓ અને નગરપાલિકા તંત્ર સજ્જ બન્યા છે.

