Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Meals served in special hospitality silver coated utensils for foreign guests in BRICS

VIDEO: બ્રિકસમાં વિદેશી મહેમાનો માટે ખાસ મહેમાનગતિ ચાંદી કોટેડ વાસણમાં પિરસાયું ભોજન

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બ્રિકસમાં વિદેશી મહેમાનો માટે ખાસ મહેમાનગતિ

App Store

ચાંદી કોટેડ વાસણમાં પિરસાયું ભોજન

મહેમાનો માટે વાસણની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી

BRICS સંમેલન માત્ર વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થાની ચર્ચા પૂરતું સીમિત રહ્યું નથી, પણ ભારતની કલા, સંસ્કૃતિ અને પરંપરાગત કારીગરીને દુનિયા સમક્ષ રજૂ કરવાની તક પણ બની રહી છે. BRICS સંમેલન માટે જયપુરની એક કંપની દ્રારા ખાસ ટેબલવેર અને કટલરી તૈયાર કરવામાં આવી છે. જેમાં ભારતીય કારીગરી અને આધુનિક ડિઝાઇનનો સુંદર સમન્વય જોવા મળ્યો છે. જયપુરની અરુણા ગૃપ ઓફ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ વાસણોમાં મહાનુભાવોને ભોજન પીરસવામાં આવશે.   

BRICS માટે તૈયાર કરાયેલા વાસણોની ડિઝાઇનમાં પણ ભારતીય પરંપરાની ઝલક સાથે રાજસ્થાની કારીગરીનો સ્પર્શ જોવા મળે છે. પ્લેટ, બાઉલ, ચમચી, ફોર્ક, સર્વિંગ ડિશ અને અન્ય ટેબલવેરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તે ભોજન પીરસવામાં ઉપયોગી રહેવાની સાથે ટેબલની સુંદરતા પણ વધારે. આ વાસણોની ખાસિયત તેમની ફિનિશિંગ, ડિઝાઇન અને સિલ્વર કોટિંગ છે. જે તેમને સામાન્ય સ્ટીલ અથવા મેટલના વાસણોથી અલગ બનાવે છે. આ કોકરીની ડિઝાઇન અરુણ પબુવાલ અને તેમના પત્નિ અન્તારા પબુવાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. આ કોકરી આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી છે.

વિવિધ ધાતુઓના આધાર પર તૈયાર કરાયેલા વાસણો પર સિલ્વરની જાડી કોટિંગ કરવામાં આવે છે. જેના કારણે તે ભવ્ય અને શાહી દેખાય છે. અગાઉ અરુણ પબુવાલ દ્રારા 2023માં G20 સમિટ દરમિયાન પણ 15 હજાર જેટલા ખાસ કટલરી અને સર્વવેરના પીસ તૈયાર કરાયા હતા. આ કલેક્શનમાં વિવિધ મેટલનો ઉપયોગ કરીને તેના પર શુદ્ધ ચાંદીની જાડી પરત ચઢાવવામાં આવી હતી. તેઓ અગાઉ વિદેશી રાષ્ટ્રપ્રમુખો અને મહાનુભાવો માટે ખાસ ડિઝાઇનના મેટલવેર તૈયાર કરી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા હતા ત્યારે પણ તેની મહેમાનગતિમાં તેમના મેટલવેરનો ઉપયોગ થયો હતો.

પબુવાલ કહે છે, અમે ખાસ સ્પેશિયલ ડિઝાઇન થયેલા વાસણો જ બનાવીએ છીએ. વાસણોની ઉપયોગિતા, મજબૂતી અને ફિનિશિંગને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. જપુરની આ કારીગરી BRICS જેવા વૈશ્વિક મંચ પર મેડ ઇન ઇન્ડિયા અને રાજસ્થાની હસ્તકૌશલ્યની ઓળખ બની રહેશે.

-----------------

---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News